Wednesday, November 23, 2016

પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારીની કચેરી : Important information in Gujarati

પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારીની કચેરી :

મુદ્દા નં.-

પોલીસ સ્ટેશન, ફરિયાદ અને પોલીસની તપાસ ફરિયાદ / અરજી સંબંધમાં નાગરિકના અધિકાર 

 • ફરિયાદીને ફરિયાદની નકલ મળવી જોઈએ.  

 • ફરિયાદી ફરિયાદ આપે કે તરત જ તેની તપાસ આરંભાય તે માટે સંબંધકર્તા અધિકારી /  હેડ કોન્સ્ટેબલને તપાસ સોંપવામાં આવે છે 

 • ફરિયાદની પ્રગતિ અંગે ફરિયાદીને જાણ કરવાની હોય છે. 

 • ફરિયાદીએ ફરિયાદની વિગતો અંગે તપાસ કરનાર અમલદારને તપાસમાં મદદરૂપ થાય તેવા પુરાવા અગર વિગતો આપવી 

 • પોલીસ સ્ત્રીઓ કે બાળકોને નિવેદન લેવા માટે પોલીસ સ્ટેશન / ચોકીમાં બોલાવશે નહીં. તે સિવાય કોઈને પણ તપાસના કામે લેખિત હુકમ કરી પોલીસ સ્ટેશન બોલાવી શકશે. 

 • કોગ્નિઝેબલ સિવાયની ( નોન કોગ્નિઝેબલ ) ફરિયાદો એન.સી.રજિસ્ટરમાં નોંધવામાં આવશે. આવી ફરિયાદોની તપાસ કરવાની સત્તા પોલીસ અધિકારીને કોર્ટની મંજૂરી વગર હોતી નથી. 

 • કોઈ પણ આપેલી ફરિયાદની હકીકત કોગ્નિઝેબલ ન હોય તો તેને અરજી સ્વરૂપે મેળવી સઘન તપાસ કરી તેની પ્રગતિની જાણ અરજદારને કરવામાં આવશે. 

 • ફરિયાદીને ફરિયાદના નિકાલની જાણ ફરિયાદ આપનાર વ્યક્તિને CT.P.C નિયમ ૧૭૩ (ર) મુજબ કરવાની હોય છે. 

 • સાક્ષીઓ તેઓ રાજીખુશીથી જે નિવેદન આપવા માગતા હોય તેવાં નિવેદન પોલીસ લઈ શકશે,પરંતુ તે અંગે કોઈ પ્રલોભન કે ચેતવણી આપી શકશે નહીં. 

    ફરિયાદ કોને આપી શકાય ?

 • કોઈ પણ નાગરિક કોઈ પણ સમય પોતાની ફરિયાદ મુક્તપણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં, રૂબરૂમાં લખાવી અથવા સંદેશવ્યવહારનાં માઘ્યમ દ્વારા આપી શકે છે. આવી ફરિયાદો (કોગ્નિઝેબલ ગુનાની) પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ., પોલીસ સબ ઇન્સ્પેક્ટર અગર તો પોલીસ ઇન્સ્પેક્ટર પાસે તેમ જ આઉટ પોસ્ટમાં પોલીસ હેડકોન્સ્ટેબલ પાસે લેવામાં આવે છે. 

 • ફરિયાદીને ફરિયાદ બાબતે અસંતોષ જણાય તો પોલીસ ઇન્સ્પેક્ટર, ડી.વાય.એસ.પી. / ડી.એસ.પી. કે ઉચ્ચ અધિકારી /  મામલતદારશ્રીને પણ ફરિયાદ કરી શકે છે. તેઓ સમક્ષ રજૂઆત કરી શકશે. 

 • ફરિયાદીએ આપેલી ફરિયાદની તપાસની પ્રગતિની વિગત દર સોમવારે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર / પો.ઈ. / પી.એસ.ઓ. અગર તપાસ કરનાર અમલદાર પાસેથી સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીમાં મેળવી શકશે. આ અંગે કોઈ અસંતોષ હોય તો ઉપરી અમલદારશ્રીને રજૂઆત કરી શકશે. 

    ફરિયાદ આપતી વખતે ફરિયાદીએ શું ઘ્યાનમાં લેવું ?

 • સમયની દ્રષ્ટિએ જોતાં તેવી ખબર પ્રથમ ખબર હોય. 

 • પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનાર અધિકારીને આપવી જોઈએ. 

 • તે હકીકત કોગ્નિઝેબલ ગુના પ્રકારની હોય. 

 • તે સત્ય, ચોક્કસ આધારભૂતવાળી માહિતી હોય. 

    સ્ત્રીધન-

 • સ્ત્રીધન પરત મેળવવા માટે .પી.કો.ક. ૪૦૬ મુજબ ફરિયાદ કરી કાર્યવાહી હાથ ધરી શકાય. 

 • ૭ વર્ષના લગ્નગાળાની અંદર પરિણીત સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય તો દહેજ પ્રતિબંધક ધારા હેઠળ સ્ત્રીનાં માતા- પિતા સ્ત્રીધન પરત મેળવવા હક્કદાર છે. 

    સ્ત્રીની જડતી અને ધરપકડ.

 • સ્ત્રીની જડતી લેવાના સંજોગોમાં અન્ય સ્ત્રી દ્વારા જડતી લેવાની હોય છે. અને તે પણ પૂરી સભ્યતાપૂર્વક અને બે કે તેથી વધુ સ્ત્રીની સાક્ષીમાં કરવાની હોય છે. 

 • સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીમાં કરી શકે નહીં. 

 • રાત્રિના સમયે સ્ત્રીની ધરપકડ કરવા માટે ઉપરી અમલદારની પરવાનગી જરૂરી છે. 

 • સ્ત્રી માટે અલગ લોકઅપની વ્યવસ્થા રાખવામાં આવે છે. 

પાકિસ્તાની નાગરિકોના રજિસ્ટ્રેશન

 • પાકિસ્તાની નાગરિકો ભારતદેશમાં અને ગુજરાત રાજ્યમાં મુલાકાતે આવે છે. તેમને ભારતીય દૂતાવાસ પાકિસ્તાનમાંથી દિન-૩૦, ૪પ, અને ૯૦ દિવસના ટૂંકી મુદતના વિઝા આપવામાં આવતા હોય છે. આ નાગરિકો મુખ્યત્વે મુંબઈ એર ચેક પોસ્ટે અટારી રેલ ચેકપોસ્ટ અને વાઘા બસ ચેકપોસ્ટ મારફતે ભારતમાં પ્રવેશીને તેમના સંબંધીને ત્યાં આવતા હોય છે, જેથી પાકિસ્તાની નાગરિકોને નીચે મુજબના નિયમો અને હક્કો આપવામાં આવેલા છે. 

 • પાકિસ્તાની નાગરિકો તેમના વિઝિટના સ્થળે આવીને પ્રથમ નજીકના પોલીસ સ્ટેશને આવ્યાની જાણ કરવાની હોય છે. અને ત્યાર બાદ ર૪ કલાકની અંદર જે તે જિલ્લાના ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર તથા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીએ વિદેશી નાગરિક તરીકે રજિસ્ટર થવાનું હોય છે. જ્યારે રજિસ્ટર થવા જાય ત્યારે પોતાની સાથે નીચે મુજબ વિગતો /દસ્તાવેજો લાવવાનાં હોય છે. (૧) પોતાનો અસલ પાસપોર્ટ તથા તેની બે (ર) નકલ, (ર) ચેક પોસ્ટ ઉપરથી ઇસ્યુ થયેલી રેસિડેન્ટ પરમિટ તથા તેની નકલ-ર, (૩) પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ-૩, તથા જે વ્યક્તિના ત્યાં રોકાયા હોય તેના રેશનકાર્ડની નકલ સાથે પાકિસ્તાની નાગરિકે રૂબરૂ આપવાનું રહે છે.

 • પાકિસ્તાની નાગરિકનું ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસરની કચેરીએ રજિસ્ટ્રેશન કરી તેને રેસિડેન્ટ પરમિટ આપવામાં આવે છે. જે પરમિટમાં તેમના મુલાકાતનાં સ્થળો તથા કેટલો સમય ભારતમાં રહેવાનુ હોય છે તે દર્શાવવામાં આવેલ હોય છે. જો નાગરિક તેનો ભંગ કરે તો તેના વિરૂદ્ધમાં ફોરેનર્સ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમ જ તેને પાકિસ્તાન પરત મોકલી શકાય છે. 

 • પાકિસ્તાની નાગરિકે જ્યારે નજીકના થાણામાં જાણ કરે ત્યારે તેમ જ ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસરશ્રીની કચેરીએ રજિસ્ટર થવા જાય ત્યારે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. આ કામગીરી વિનામૂલ્યે કરવામાં આવે છે. 

 • પાકિસ્તાની નાગરિક જ્યારે પોતાનાં મુલાકાતનાં સ્થળેથી બીજા સ્થળે જાય અથવા પરત પાકિસ્તાન જાય ત્યારે તેણે નજીકના થાણામાં જાણ કરવાની હોય છે. અને પોતાને આપેલીરેસિડેન્ટ પરમિટ ઉપર તેની નોંધ કરાવવાની હોય છે.

 • પાકિસ્તાની નાગરિક ભારતમાં ટૂંકી મુદતના ( STV ) રોકાણ માટેની સગવડો પાકિસ્તાની નાગરિક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કોઈ પ્રસંગો ઊભા થાય તો તે વધુ મુદત રહેવા માટેની અરજી ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસરશ્રીની કચેરીએ આપી શકે જેમા઼,

    (બ) ગંભીર પ્રકારની બીમારી હોય અને મુસાફરી થઈ શકે તેમ ન હોય.

    (ખ) કોઈ અંગત સંબંધીનુ લગ્ન હોય.

    (હ) કોઈ અંગત સંબંધીનુ મરણ થયેલ હોય.

 • ઉપરોક્ત સંજોગોમાં પાકિસ્તાની નાગરિક વધુ મુદત રહેવાની અરજી આપે તો તે અંગેના પુરાવા સાથે અરજી કરવાની હોય છે. બીમારીના સંજોગોમાં સરકારી દવાખાનાનું નિયત નમૂના મુજબનુ અને સક્ષમ અધિકારીશ્રીનુ સર્ટીફિકેટ રજૂ કરવાનુ રહે છે. જ્યારે મરણ અને લગ્નમાં જરૂરી દસ્તાવેજો તથા જે તે સંબંધીની એફિડેવિટ રજૂ કરવાની હોય છે. અરજી કર્યા બાદ તેની ચકાસણી જે તે થાણા અમલદારો દ્વારા કર્યા પછી ગુજરાત સરકારના ગૃહવિભાગના ફોરેનર્સ વિભાગને મોકલવામાં આવે છે. આ અરજી માટે અરજદારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તેમ જ કોઈ એજન્ટની જરૂર હોતી નથી. 

પાકિસ્તાની નાગરિક ભારતમાં લાંબી મુદતના રોકાણ (LTV) માટેની સગવડો.

 • પાકિસ્તાની નાગરિક ભારતમાં આવ્યા પછી નીચે મુજબનાં કારણો, અનિવાર્ય સંજોગોમાં લાંબી મુદત (LTV) માટેની અરજી કરવા માટેના હક્કો મળેલા છે. 

 1. પાકિસ્તાની મહિલાએ ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલાં હોય. 

 2. જે પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનમાં લધુમતી તરીકે છે. તેવા હિન્દુ, ખ્રિસ્તી, શીખ વગેરે નાગરિકોના ભારતમાં કાયમી વસવાટ માટે. 

 3. જે ભારતીય મહિલાએ પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરેલાં હોય અને તેના પતિનું મરણ થતાં વિધવા બની હોય અને જો તે ફરીથી પોતાનાં માતા-પિતા સાથે રહેવા માગતી હોય.
  ઉપરોક્ત સંજોગો અને કારણો માટે ભારતમાં લાંબી મુદત (LTV) ની અરજી ફોરેનર્સ રજીસ્ટેશન ઓફિસરશ્રી (FRO)ની કચેરીએ અથવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ખેડા - નડિયાદની કચેરીએ અરજી કરી શકે છે. જે અરજીની સાથે નીચે મુજબના કાગળો રજૂ કરવાના રહે છે. 

    (બ) નમૂના મુજબના ફોર્મ ખમાં અરજી નકલ-૪ ( જે FRO કચેરીએથી મળી શકશે. )

    (ખ) પાકિસ્તાની પાસપોર્ટની ઝેરોક્સ કોપી-૪

    (હ) રેસિડેન્ટ પરમિટની કોપી-૪

    (મ) સર્ટિફાઇડ ફોટોગ્રાફ-૪

    (ભ) રૂ.પ૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર ગેરન્ટી બોન્ડ.

    (i) રૂ.૩૦/- નું ચલણ ( આ ચલણ FRO કચેરી મારફતે પાસ કરાવી બેન્કમાં ભરીને ચલણની એક નકલ પરત FRO કચેરીએ આપવી.)

    (ન) જે ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલાં હોય તેના ઉપર અધિનિવાસનું પ્રમાણપત્ર તથા તેનો પાસપોર્ટ હોય તો તેની નકલ.

    (જ) મેરેજ સર્ટિફિકેટ ( લગ્નનું પ્રમાણપત્ર )

    આ અરજી માટે અરજદારે અન્ય કોઈ ફી ચૂકવવાની હોતી નથી.

રિટર્ન વિઝાની સગવડ -

 • જે પાકિસ્તાની નાગરિકો ભારતમાં લાંબી મુદતના વિઝા ઉપર રહેતા હોય છે. તેઓ પાકિસ્તાનમાં પોતાના સંબંધીઓને મળવા માટે જવા માગતા હોય તેમને ૩૦, ૬૦ અને ૯૦ દિવસના સુધીના રિટર્ન વિઝાની સગવડ આપવામાં આવે છે. જો મુદત દરમિયાન તે પરત ન આવે તો તેમણે ફરીથી રજિસ્ટર થવાનુ રહે છે. અને જો મુદત અંદર પરત આવે તો તેની લાંબી મુદત (LTV) ફાઈલ ચાલુ રહે છે. રિટર્ન વિઝા માટે નીચે મુજબના નમૂનામાં અરજી કરવાની હોય છે. 

(બ) કોરા કાગળમાં અરજી ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસરશ્રીને સંબોધીને લખવી, જેમા રિટર્ન વિઝાનું કારણ જણાવવું.

(ખ) રિટર્ન વિઝાના નમૂના મુજબનું ફોર્મ ફોરેનેર્સ ઓફિસરશ્રીની કચેરીએથી મેળવી ત્રણ નકલમાં ભરીને આપવાનું રહેશે.

(હ) રૂ.૧પ/- નું ચલણ ( આ ચલણ FRO કચેરી મારફતે પાસ કરાવી બેન્કમાં ભરીને ચલણની એક નકલ પરત આપવી )

(મ) અસલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે.

(ભ) FRO કચેરીએથી તૈયાર કરીને આપવામાં આવેલું સીલબંધ કવર પોતાને ઓળખતા હોય તેવા ભારતીય નાગરિક સાથે ગાંધીનગર સચિવાલય, ફોરેનર્સ વિભાગમાં ઓથોરિટી લેટર સાથે લઈ જવાનું રહેશે. ( આ કામગીરી માટે પાક નાગરિક ગાંધીનગર જઈ શકશે નહીં.)

    પાસપોર્ટ અરજી અંગેનું માર્ગદર્શન

 1. ૧પ વર્ષ સુધીનાં બાળકોને માઇનોર તરીકે ગણવામાં આવે છે. અને તેમના પાસપોર્ટ અરજી માટેની ફી રૂ. ૬૦૦/- રાખવામાં આવેલ છે, જ્યારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક માટે પાસપોર્ટ માટેની ફી રૂ.૧૦૦૦/- રાખવામાં આવી છે. 

 2. પાસપોર્ટ અરજીનું ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા અન્ય ખાનગી એજન્સી મારફતે અથવા પાસપોર્ટ ઓફિસ અમદાવાદથી મેળવવાનું હોય છે. જેની કિંમત સરકારે રૂ.૧૦/- નક્કી કરી છે. 

 3. ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્સ કોપી- ૩ રજૂ કરવાની હોય છે. 

 • રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, છેલ્લાં બે વર્ષનાં લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લા બે વર્ષની પહોંચ રજૂ કરવાનાં રહે છે. 

 • જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા, જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ. 

 • લગ્ન કરેલી સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ પત્ની જોઇન્ટ ફોટા સાથેનું મેરેજ એફિડેવિટ રજૂ કરવાનું રહે છે. 

 • નાનાં બાળકોના કેસમાં તેઓનાં માતા-પિતા વેલિડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટની ઝેરોક્સ નકલ રજૂ કરવી તેમ જ માઇનોરની એફિડેવિટ તેનાં માતા-પિતાએ રૂ.ર૦/- ના સ્ટેમ્પ ઉપર અંગ્રેજીમાં કરાવી રજૂ કરવાનું રહેશે તેમ જ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડિક્લેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે. (એફિડેવિટનો નમૂનો ફોર્મ -પાછળ એને કરારમાં આપવામાં આવ્યો છે.)

 • પાસપોર્ટ અરજીની ફી રોકડા રૂપિયામાં સ્વીકારવામાં આવતી નથી, પરંતુ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ (Regional Passport Officer, Ahmedabad)ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવતી નથી. 

 • પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમ જ નાનાં બાળકોના કિસ્સામાં માતા-પિતાએ બાળકોને લઈને આવવાનું રહેશે. 

 • પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટને સાથે લઈને આવવાની જરૂ હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂ હોતી નથી. 

 • જે અરજદારો પાસપોર્ટ ફોર્મ ભરવા અંગે કોઈ જ્ઞાન ન ધરાવતાં હોય તેવા અરજદારોને અત્રેથી વિનામૂલ્યે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. 

 • પાસપોર્ટ અરજીઓ રિજિયોનલ પાસપોર્ટ કચેરીની વખતોવખત થતી લેખિત અને મૌખીક સૂચનાના આધારે લેવામાં આવે છે. 

 • અરજદારની અરજી સ્વીકાર્યા પછી જે તે પોલીસ સ્ટેશનમાં તપાસણી માટે મોકલવામાં આવતી હોઈ દિન-રમાં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરાવવી. 

 • પોલીસ ઇન્ક્વાયરી દરમિયાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમ જ એજન્ટને સાથે લઈ જવાની જરૂર હોતી નથી. અરજદાર જાતે જ પોલીસ સ્ટેશને જઈને અરજીની તપાસ કરાવી શકે છે. 

  વિદેશી નાગરિકોના હક્કો ( પાકિસ્તાની નાગરિકો સિવાયના)

 • વિદેશી નાગરિકો જેઓ મૂળ ભારતીય વંશના છે, પરંતું તેઓનો જન્મ વિદેશમાં થયો હોય અથવા તેમના માતા-પિતાનું વિદેશી નાગરિકત્વ હોથ અથવા તેઓના સંબંધીઓના બ્લડરિલેશન આધારે તેઓને વિદેશી નાગરિકત્વ મેળવેલું હોય તેવા દરેક નાગરિકોએ ભારતમાં રહેવા માટેના આવાસ વૃદ્ધિ વિઝા મેળવવાના હોય છે. તેના માટે તેઓએ નજીકના રહેઠાણના સ્થળે આવેલી ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર ( FRO )ની કચેરીએ વિદેશી નાગરિક તરીકે રજિસ્ટર થવું ફરજિયાત છે. જેથી રજિસ્ટ્રેશન અને વિઝા વધારા માટે નીચે મુજબના હક્કો આપવામાં આવેલા છે. 

    વિદેશી નાગરિકના રજીસ્ટ્રશન માટેના હક્ક -

 • વિદેશી નાગરિક કચેરીએથી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી ચાર નકલમાં ભરીને આપવાનું હોય છે. આ ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજ રજૂ કરવાના હોય છે.

બ - અસલ પાસપોર્ટ તથા તેની ઝેરોક્સ નકલ-૩
ખ - પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ - ૪
હ - મૂળ ભારતીય હોય તો તેના પુરાવા.
મ - રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ, વેરા હોંચ,લાઇટ બિલ, ટેલિફોન બિલ

 • વિદેશી નાગરિક તરીકેના રજિસ્ટ્રેશન માટે સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વિઝા ફી અને પેનલ્ટી ફી ચલણથી બેન્કમાં અરજદારે જાતે ભરવાની રહેશે. અને તેની નકલ રજૂ કરવાની રહેશે. ( ચલણ FRO કચેરીએથી પાસ કરાવવાનું રહેશે. )

 • વિદેશી નાગરિક તરીકે રજિસ્ટ્રેશન માટે અરજદારે જાતે આવવું જરૂરી છે.

 • વિદેશી નાગરિક તરીકે રજિસ્ટર થવા માટે કોઈ એજન્ટની જરૂર નહીં તથા તેના માટે કોઈ ફી હોતી નથી. વિનામૂલ્યે આ કામગીરી થાય છે.

મલ્ટીપલ એન્ટ્રી વિઝાના હક્ક -

 • વિદેરી નાગરિક તરીકે રજિસ્ટર થયેલા નાગરિકોને મલ્ટીપલ એન્ટ્રી વિઝાનો સ્ટેમ્પ પાસપોર્ટમાં મારી આપવામાં આવે છે. તેના માટેની વ્યવસ્થા FRO કચેરીમાં કરવામાં આવી છે. જેથી વિદેશી નાગરિકોએ FRO કચેરીનો સંપર્ક સાધી નીચેના મુજબના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે. 

બ - મલ્ટીપલ એન્ટ્રી વિઝા મેળવવા માટેનું નમૂના મુજબનુ ફોર્મ ભરી ચાર નકલમાં આપવુ.(ફોર્મ FRO કચેરીએથી મળશે )
ખ - અસલ પાસપોર્ટ સાથે આપવાનો રહેશે.
હ - મલ્ટીપલ એન્ટ્રી વિઝા મેળવવા માટેનું સીલબંધ કવર FRO કચેરીથી મેળવી ગાંધીનગર સચિવાલય, બ્લોક-ર, બીજા માળે આવેલા ફોરેનર્સ સેક્શનમાં જવાથી પાસપોર્ટમાં મલ્ટી એન્ટ્રી વિઝાનો સ્ટેમ્પ મારી આપવામાં આવશે. ત્યાર બાદ ત્યાંથી જે સીલબંધ કવર આપવામાં આવે તે લઈને FRO કચેરીએ પરત આપવાનું રહેશે.
મ - ગાંધીનગર ફોરેનર્સ સેક્શનમાં આ કામગીરી માટે અરજદાર પોતે ન જઈ શકે તો તેના માટે પોતાના સંબંધી અથવા પ્રતિનિધિને મોકલી શકે છે. જો અરજદારના બદલે પ્રતિનિધિ જાય તો તેના માટે FRO કચેરીએથી આથોરિટી લેટર લઈને જવાનું રહે છે.
ભ - આ કામગીરી માટે અરજદારે કોઈ વધારાની ફી આપવાની હોતી નથી. તેમ જ કોઈ એજન્ટ રોકવાની જરૂર નથી.

વિદેશ જવા માટે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ( NOC ) ના હક્ક -

 • વિદેશી નાગરિકોને જ્યારે ભારત છોડી વિદેશ જવાનું હોય ત્યારે FRO કચેરીમાંથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (NOC) મેળવવાનું હોય છે. આ સર્ટિફિકેટની મુદત ૧૦ દિવસની હોવાથી વિદેશી નાગરિકે પોતાને જવા માટેનું એક બુકિંગ થઈ જાય તેના ૧૦ દિવસ બાકી હોય ત્યારે આ માટેની અરજી FRO કચેરીએ આપવાની હોય છે. તેના માટે નીચે મુજબ કાગળો રજૂ કરવાના રહેશે. 

બ - NOC મેળવવા માટેની કોરા કાગળમાં અરજી.
ખ - અરજી સાથે એર ટિકિટની કોપી.
હ - જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનનો અભિપ્રાય.

ઉપર મુજબના અરજી સાથે કાગળો રજૂ કરવાથી NOC સર્ટિફિકેટ મળી રહેશે. તેના માટે કોઈ ફી ચૂકવવાની હોતી નથી઼.

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ( PCC ) માટેના હક્ક

 • ભારતીય નાગરિકોને વિદેશના વિઝા મેળવવા માટે જે તે એમ્બેસી દ્વારા પોલીસ ક્લિયરન્સ ( PCC ) સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે. આવા સમયે અરજદારને મુશ્કેલી ઊભી થતી હોય છે. જેથી મેળવવા માટે નાગરિકોને સરળતા રહે તે માટે નીચે મુજબના દસ્તાવેજી પુરાવા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, એલ.આ.બી.શાખામાં અરજદારે જાતે રજૂ કરવાથી PCC સર્ટિફિકેટ મળી રહેશે. 

 • પોલીસ અધીક્ષકશ્રીની કચેરીમાં આવેલી એલ.આઇ.બી. શાખામાં અરજદારે જાતે હાજર રહી અરજી આપવાની રહેશે.

 • અરજી કોરા કાગળમાં આપવાની હોય છે, જેનો નમૂનો તૈયાર હોય છે.

 • અરજી સાથે પાસપોર્ટની ઝેરોક્સ નકલ આપવાની હોય છે. 

 • રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ અથવા અન્ય પુરાવાની ઝેરોક્સ કોપી રજૂ કરવાની રહેશે.

 • જન્મતારીખ અંગે જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી રજૂ કરવાની રહેશે.

 • મેરીડ બહેનો માટે મેરેજ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી રજૂ કરવાની રહેશે.

 • જે એમ્બેસી દ્વારા પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ( PCC )ની માગણી કરવામાં આવી છે. તે એમ્બેસીના પત્રની ઝેરોક્સ નકલ અથવા એમ્બેસી દ્વારા અગાઉથી માગણી કરવામાં આવીહોય તો તેનો દસ્તાવેજી પુરાવો રજૂ કરવાનો રહેશે.

 • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ- 

ઉપરોક્ત અરજી આપ્યા પછી તેને આપના રહેણાક વિસ્તારના પોલીસ સ્ટેશને તપાસ માટે મોકલવામાં આવશે. અને પોલીસ રિપોર્ટ આવ્યા પછી PCC સર્ટિફિકેટ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, એલ.આઇ.બી. શાખામાંથી આપવામાં આવશે.

આ સર્ટિફિકેટ માટે કોઈ એજન્ટ રોકવાની જરૂર નથી તેમ જ કોઈ પ્રકારની ફી ચૂકવવાની હોતી નથી.

અરજી આપવા સંબંધી અને તેની કાર્યવાહી 

 • અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશનમાં/પોલીસ ચોકીમાં તથા આઉટ પોસ્ટમાં આપી શકશે. 

 • અરજદારની અરજીની તપાસ અગર અરજી લેવા બાબતે કોઈ અસંતોષ જણાય તો અરજદાર ઉપરી અમલદાર જેવા કે પોલીસ ઇન્સ્પેક્ટર,ડી.વાય.એસ.પી સમક્ષ રજૂઆત કરી શકશે. 

 • તેઓએ આપેલી અરજીની તપાસની વિગતો અંગે સંબંધીત પોલીસ સ્ટેશનમાં/પોલીસચોકીમાં દરરોજ સવારે ૦૯.૦૦થી ૧૧.૦૦ દરમિયાન મેળવી શકશે. 

 • અરજદારે આપેલી અરજી અંગે તેની પહોંચ મેળવવા હક્કદાર છે. 

 • અરજીની તપાસ સામાન્ય સંજોગોમાં દિન-૭માં પૂર્ણ કરી તેનો હેવાલ પાઠવવાનો તેમ જ તેઓની અરજી સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહી અને લેવામાં આવેલી પગલાં અંગેની અરજદારને જાણ કરવાની હોય છે. તેમાં કોઈ કારણસર વધુ સમયની જરૂર પડે તો ઉપરી અમલદારની પરવાનગી લેવાની હોય છે. 

 • અરજદારની અરજીમાં કરવામાં આવેલ રજૂઆત અંગે અરજદારની તથા તેમના શાહેદોનાં નિવેદનો અવશ્ય અમલદારો સમક્ષ લખાવવાનાં હોય છે. 

અનુસૂચિત જાતિ/જનજાતિની વ્યક્તિઓને લગતો કાયદો,

    રક્ષણ અને પોલીસ કાર્યવાહી -

ભારતદેશમાં ૧૯૮૯ની સાલમાં અનુસૂચિત જાતિ/જનજાતિ અત્યાચાર પ્રતિબંધ ધારો અમલમાં આવેલો, જેમાં આ કાયદા દ્વારા અનુસૂચિત જાતિ/જનજાતિની વ્યક્તિઓ અત્યાચારનો ભોગ બને તેમાં તેમને પૂરતું રક્ષણ મળેજાનમાલની રક્ષા થાય અને સમકક્ષ અધિકાર પ્રાપ્ત થાય તે હેતુસર અમલમાં મૂકવામાં આવ્યો છે.

 • આવા બનાવોની તપાસમાં પોલીસ અધિકારીએ ત્વરિત અને ઝડપી પગલાં લેવાનાં હોય છે. 

 • જિલ્લા સ્તરે ડી.વાય.એસ.પી દરજ્જાના અધિકારીને એસ.સી/એસ.ટી.સેલમાં ખાસ નિમણૂક કરી આવા ગુનાની તપાસ તેમને કરવાની હોય છે. 

 • જિલ્લામથકે એસ.સી/એસ.ટીસેલ (વિભાગ)માં માસ દરમિયાન અત્યાચાર સંબંધી બનાવોની માહિતી,અરજીઓની તપાસ,અહેવાલ પાઠવવાની કાર્યવાહી થાય છે.અને માહિતી સંકલિત થાય છે. 

 • વખતો વખત જિલ્લા તકેદારી સમિતિમાં કલેક્ટરશ્રીના અઘ્યક્ષપણા હેઠળ સમીક્ષા કરવામાં આવે છે. 

 • સમાજકલ્યાણ વિભાગમાં એસ.સી./એસ.ટી સેલમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાસ જગ્યા ઊભી કરવામાં આવેલ છે. 

 • અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ, કુંટુંબ કે સમુદાયને પૂરતું પોલીસ રક્ષણ આપવું 

 • વાર્ષિક સેમિનાર દ્વારા અ.જાતિ/જનજાતિની વ્યક્તિઓને કાયદાઓ અને તેમાં મળતા લાભાલાભની જાણકારી અપાય છે. 

    પોલીસની વિવિધ સેવાઓ

 • ર૪ કલાક પોલીસ કન્ટ્રોલરૂમ ટેલિફોન, વાયરલેસ, ફેક્સની સુવિધા સાથે કાર્યરત. 

 • ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી ગુનાના કામે વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે સાયન્ટિફિક ઓફિસર 

 • ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટ 

 • પોલીસ ફોટોગ્રાફર, વિડિયો કેમેરા સહિત 

 • ગુનાના ટ્રેકિંગ માટે પોલીસ શ્વાનદળ. ( ડોગ સ્ક્વોર્ડ ) 

 • વાયરલેસ સુવિધા દ્વારા રાતદિવસ માહિતીની આપલે. 

 • સ્થાનિક ગુનાશોધક શાખા. 

 • ધોડેસવાર પોલીસ દળ. 

 • કોમ્પ્યુટર વિભાગ 

 • એમ.ઓ. ટાઇપના ગુનાની માહિતીનું સ્થળ એમ.ઓ.બી શાખા . 

 • લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે રાજ્ય સ્તરે એફ.એસ.એલ.માં સુવિધા. 

 • પોલીસ ક્રેઇન 

 • બેન્ક,એન.સી.સી.તેમ જ સંવેદનશીલ જગ્યાઓ ઉપર પોલીસ ગાર્ડ 

 • અદ્યતન શસ્ત્રો સાથે તાલીમબદ્ધ કમાન્ડો ફોર્સ 

 • પોલીસ બેન્ડ-પોલીસ બેન્ડ રાષ્ટ્રીય તહેવારો અને ખાનગી નાગરિકોને માંગલિક પ્રસંગોએ સરકારી ધારાધોરણ પ્રમાણે બેન્ડ આપી શકાય છે. 

 • જી.આર.ડી. હોમગાર્ડનો ઉપયોગ. 

 • પૂર વખતે મદદ માટે પોલીસ બોટ (હોડી)ની સુવિધા. 

 • ટ્રાફિક નિયમન માટે જિલ્લા ક્લેન્ડેસ્ટાઇન સ્ક્વોર્ડ. 

 • ધાડ, લૂંટના ગુના શોધવા-અટકાવવા ખાસ એન્ટી ડેકોટી સ્ક્વોર્ડ 

 • મહિલા સંબંધી ગુનાઓ તથા પ્રશ્નો અંગે મહિલા સેલ. 

 • હસ્તાક્ષર નિષ્ણાંત વિભાગ,અમદાવાદ. 

    સ્થાનિક ઇન્ટેલિજન્સ શાખા

જિલ્લામાં રાજકીય, બિનરાજકીય પ્રવૃત્તિ, પાક નાગરિકો, વિદેશી નાગરિકોની અવર-જવર વિઝા સંબંધી કાર્યવાહી ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રિપોર્ટ મોકલવા, સરકારી, અર્ધ-સરકારી કર્મચારી/અધિકારીના ચારિત્ર્ય વેરિફિકેશન રોલ તપાસ કરી મોકલવા, વી.આઈ.પી. તેમ જ ધાર્મિક તહેવારો, શોભાયાત્રાના બંદોબસ્તની ગોઠવણી સ્કીમ તૈયાર કરી મેનપાવર,એસ.આર.પી,જી.આર.ડી, હોમગાર્ડ વગેરેની ફાળવણી કરવાની કામગીરી એલ.આઇ.બી. શાખા તરફથી કરવામાં આવે છે.

પાકિસ્તાન નાગરિકો.

 • પાક. નાગરિકોની નોંધણી 

 • તેમના વિઝા કેસોની ભલામણો 

 • ભારતીય નાગરિકત્વ માટેની પ્રક્રિયા ( Indian Citizenship ) 

 • પાક નાગરિકોના બનાવટી પાસપોર્ટ, ખોવાયેલ પાસપોર્ટ સંબંધી તપાસણી કરાવવી વિદેશી નાગરિકો. 

 • જુદા જુદા દેશોના વિદેશી નાગરિકોનાં રજિસ્ટ્રેશન. 

 • બ્રિટિશ પ્રોટેક્ટેડ પર્સનની નોંધણી, તેમના કેસો રેગ્યુલરાઈઝ કરવા. 

 • તેમને ભારતમાં રહેવા માટેની પરવાનગીની ભલામણો. 

 • આ ભલામણો નાયબ સચિવશ્રી, ગૃહવિભાગ, ફોરેનર્સ શાખા, બ્લોક ન-ર, સચિવાલય,ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. 

 • માઇનોર વિદેશી નાગરિકોની નોંધણી. 

 • વિદેશી નાગરિકે ભારત છોડવાના ૧૦ દિવસમાં નો ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. 

 • લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે રિર્ઝવ વિઝા, માટેની ભલામણો કરવામાં આવે છે. 

 • એક્સ્ટેન્શન માટેની ભલામણો કરતી વખતે ફોટોગ્રાફ્સ,પાસપોર્ટની ઝેરોક્સ, નકલો,લગ્નનું પ્રમાણપત્ર એઇડનું પ્રમાણપત્ર, જરૂરી વિઝા ફીના ચલણ વગેરે માંગવામાં આવે તે દસ્તાવેજો સાથે અરજી નિયત ફોર્મ્સમાં કરવાની હોય છે. 

 • વિદેશી નાગરિકોના આગમન અને ભારત છોડ્યા અંગેની માહિતી. 

    ટ્રાફિક સંબંધી સૂત્રો

 • નશો કરી વાહન ચલાવવું નહિ. 

 • ચાલુ વાહને જે કરે મોબાઈલ ફોન મંજિલે પહેલા પહોંચે તે.

 • આપનું વાહન ધીમી ગતિ એ ચલાવો. 

 • ગતિની ડીક છે મજા
  મોતની કાયમ છે સજા

 • સમયથી વધારે કીમતી જીવન છે.આપનું વાહન ધીમું ચલાવો. 

 • વાહનથી રાખો ખ્યાલ ખપી ના જાય કોઈનો લાલ.

વાહનચાલકોએ માર્ગ અકસ્માત નિવારવા શી કાળજી લેવી જોઈએ ?.

    આટલું કરો

 • બ્રેક, પાણી, સ્પેવ્હીલ ચકાસી લો. 

 • રિફલેક્ટર હોવું જ જોઈએ. 

 • આંજી નાખે તેવી લાઇટ ન રાખો. ડીપરનો ઉપયોગ કરો. 

 • ઓવરટેઇક કરતાં પહેલાં ખાતરી કરો. ઉતાવળ ન કરો. 

 • વળાંકમાં વાહન ધીમું રાખો અને સંકેત આપો. 

 • નિશાળ, હોસ્પિટલ પાસે વાહન ધીમું ચલાવો. 

 • રાત્રે આગળના વાહનની સાઇડ કાપતાં પહેલાં ડીપરનો ઉપયોગ કરી જાણ કરો. સામે આવતા વાહન સામે ડીમ લાઇટનો ઉપયોગ કરો. 

 • જે દિશા તરફ જવા માગતા હો તે મુજબ સંજ્ઞા બતાવો. 

 • જે શહેરમાં સ્વયંસંચાલિત લાઇટ દ્વારા ટ્રાફિક નિયમન થાય છે. લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખો, પીળી લાઇટ થાય એટલે વાહન ચાલુ કરો. લીલી લાઇટ થાય એટલે વાહન હંકારો. 

 • ડ્રાઇવિંગ લાઇસન્સની કે વીમાની મુદત પૂરી થયા બાદ અકસ્માત થાય તો વીમો ન મળે,જેથી ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું નહીં. સમયસર રિન્યુ કરાવો. 

 • અગાઉથી હોર્ન વગાડો. બહુ નજીક જઈને હોર્ન વગાડવાથી એકાએક ભડકીને ખસવા જતાં અથડાવાની શક્યતા રહે છે. વિચિત્ર પ્રકારના હોર્ન લગાડવાં કે વગાડવાં નહીં. 

 • ટ્રેક્ટર ડ્રાઇવરની સીટની બંને બાજુ મડગાર્ડ ઉપર કે ટ્રેક્ટરની પાછળ કલ્ટિવેટર કે સાંતી ઉપર મુસાફરો બેસે છે તે ગેરકાયદે છે. અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી થાય. 

 • ઊંટગાડી, બળદગાડાં પાછળ રિફલેક્ટર રેડિયમ પટ્ટી લગાડવી. 

 • વાહન પાછળ બ્રેકલાઇટ હોવી જોઈએ. 

 • વાહનની ડ્રાઇવર સાઇડે હેડલાઇટ ઉપર જમણી બાજુ પીળો પટ્ટો કરાવવો. અને બંને હેડલાઇટ વચ્ચે કાળાં ટપકાં કરાવવાં

 • રેલવે ક્રોસિંગ પાસે, સૌથી આગળ જવા રોંગ સાઇડ વાહન ન હંકારો. સામેથી આવતાં વાહન માટે સાઇડ ખાલી રાખો. 

 • દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવો. 

 • ટેન્શનમાં હો ત્યારે વાહન ન ચલાવો. 

 • રસ્તાની વચ્ચે કે અડચણ થાય તે રીતે વાહન ઊભું ન રાખો. 

 • બીજા વાહન સાથે હરીફાઈ ન કરો. પ્રતિષ્ઠાનો કે વટનો પ્રશ્ન ન બનાવો. 

 • ચાલુ વાહને ક્લચ ઉપર પગ ન રાખો. 

 • પૂરઝડપે, બેફિકરાઈથી વાહન હંકારવું નહીં. 

મુસાફરોએ શી કાળજી લેવી?

 • ખાનગી વાહનચાલકો, મુસાફરોને એસ. ટી.સ્ટેન્ડ પાસેથી બૂમ પાડીને લઈ જાય છે. પરંતુ ખાનગી વાહનમાં મુસાફરી કરવામાં જોખમ છે. અકસ્માતના પ્રસંગે વળતર મળતું નથી. જ્યારે એસ. ટી.માં મુસાફરી કરનારને અકસ્માતના પ્રસંગે વળતર મળે છે. 

 • વાહનચાલકોએ અડચણ થાય તે રીતે રો ઉપર ઊભા ન રહેવું. 

 • અકસ્માત સમયે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડો, ફોન નંબર મેળવી સગાંસંબંધીને જાણ કરો. 

 • નશો કરીને વાહન ચલાવતા ચાલકને અટકાવો. અને પોલીસને સોંપી દો. 

 • મુસાફરોની હેરફેર કરતી ખાનગી જીપોના ચાલકો ફેરા કરવાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે. 

 • ટ્રક, ટેમ્પો, જીપોમાં હાઈવે ઉપર મુસાફરી ન કરો. 

માર્ગ અકસ્માત નિવારણ પોલીસે શી કાળજી લેવી ?

 • માર્ગ અકસ્માત કઈ જગ્યાએ, કયા સમયે, કયા કારણસર, વધુ બને છે તેની સમીક્ષા કરી અકસ્માત રોકવા ઉપાયો કરવા. 

 • રાત્રે માર્ગ વચ્ચેના ડિવાઇડર સાથે વાહનો ન અથડાય તે માટે ડિવાઇડર પાસે રિફલેક્ટરની વ્યવસ્થા કરાવવી. કેટ આ મુકાવવી. 

 • રોડ, ફુટપાથ ઉપર અડચણ કરનારા સામે આ.પી.સી. ર૮૩ હેઠળ પગલાં લેવાં અને અડચણકર્તા વસ્તુને કબજે લેવી. 

 • નશો કરીને વાહન ચલાવતા ચાલક સામે મોટર વેહિકલ એક્ટ કલમ ૧૮પ હેઠળ કાર્યવાહી કરવી. 

 • નો પાર્કિગ ઝોનમાં વાહન પાર્ક કરે તો આઇ.પી.સી. ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરવો. 

 • ફરિયાદની કાર્યવાહી કરતાં પહેલાં તરત જ જાગ્રસ્તને દવાખાને પહોંચાડવા. 

 • ટ્રાફિક નિયમોના ભંગ કરનાર લોકો સામે સૌજન્યપૂર્ણ વર્તન દાખવવું. 

 • નાનાં બાળકોની હાજરીમાં ટ્રાફિક મેમો ન આપો. 

 • મોટર વેહિકલ એક્ટ કલમ ર૦૭ હેઠળ વાહન ડિટેઈન કરો ત્યારે મહિલાઓ, બાળકો રોડ વચ્ચે નિરાધાર ન રહે તેની કાળજી લેવી. 

ચાલો મંથન કરીએ 

 • ગુનેગારો સાથે સખતાઈથી જોઈએ. લોકો સાથે સભ્યતા, વિવેકથી જોઈએ. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસનો આદર થાય તેવી કામગીરી કરીએ. 

 • પોલીસદળ સંવેદનશીલ, પારદર્શક અને ઉત્તરદાયી છે તેવું લોકોને લાગવું જોઈએ. 

 • લોકશાહીમાં વિશ્વાસ ત્યારે જ દ્રઢ બને, જ્યારે લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ. લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ જ્યારે તંત્ર લોકો પ્રત્યે સંવેદનશીલ બને. 

 • પોલીસદળ સંવેદનશીલ ત્યારે બને, જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે. 

 • પોલીસતંત્રમાં ડેમોક્રેટિક મેનર્સ- લોકશાહી રીતભાત અને ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન- લોકશાહી સંચાલન જરૂરી છે. તો જ પારદર્શકતા આવે. પારદર્શકતા જ વહીવટને શુદ્ધ રાખી શકે. અને તો જ ઉત્તરદાયી બને. 

 • તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે. લોકજાગૃતિ, નાગરિક સભાનતા. 

મોટર વેહિકલ એક્ટ 

 • કલમ-૩, ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી

 • કલમ-૩૯, વાહનની આટીઓમાં નોંધણી કરાવવા અંગે

 • કલમ-૬૬, પરમિટરની જરૂરિયાત 

 • કલમ-૧૩ર,યુનિફોર્મ પહેરેલ પોલીસ વાહન થોભાવવા જણાવે ત્યારે થોભાવવું 

 • કલમ-૧૩૪,અકસ્માત અને ઈજા થાય ત્યારે ડ્રાઇવરની પોલીસને ખબર આપવાની અને ઈજા પામનારને દવાખાને લઈ જવાની ફરજ

 • કલમ-૧૪૬, ત્રીજા પક્ષના જોખમ માટે વીમો જરૂરી છે. અકસ્માત થાય ત્યારે અકસ્માતમાં ઈજા પામનારને/મુત્યુ પામનારના વારસદારને યોગ્ય વળતર મળે તે માટે ત્રીજા પક્ષના જોખમ માટે વીમો જરૂરી છે. જે વાહનમાં ભયજનક અને સ્ફોટક દાર્થ લઈ જવામાં આવતો હોય તે વાહનની વીમા પોલીસી ફરજિયાત બનાવેલ છે. ત્રીજા પક્ષના જોખમ અંગેનો વીમો ઉતારવવામાં આવ્યો ન હોય તેવા વાહનથી જો અકસ્માત થાય તો ઈજા પામનારને અગર મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારોને સહેલાઈથી વળતર મળી શકે નહીં અને કફોડી સ્થિતિ થાય,જે નિવારવા આ કલમથી જોગવાઈ કરવામાં આવેલ છે. રૂ. ૧૦૦/- સુધી દંડ તથા અને બીજા અને તે પછીના ગુના માટે રૂ-૩૦૦/-

 • કલમ-૧૭૭, નિયમોના ભંગ કરવા અંગે શિક્ષા અંગે રૂ-૩૦૦/- સુધી દંડની જોગવાઈ છે. 

 • કલમ-૧૮૦, ડ્રાઇવર લાઇસન્સ વગરની વ્યક્તિને વાહન ચલાવવા આપવા અંગે માલિકને ત્રણ મહિના સુધીની કેદ અથવા રૂ-૧૦૦૦/- સુધી દંડની શિક્ષા અથવા અ બંને શિક્ષા થઈ શકે છે.

 • કલમ-૧૮૧, ડ્રાયવીંગ લાઇસન્સ વગર વાહન ચલાવવા અંગે ૩ મહિના સુધીની કેદ અથવા રૂ-પ૦૦/- દંડ અગર બંને શિક્ષા થઈ શકે છે.

 • કલમ-૧૮૪,બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવા અંગે ૬ માસ સુધીની કેદ અથવા રૂ-૧૦૦૦/- સુધી દંડની શિક્ષા થઈ શકે છે. 

 • કલમ-૧૯ર,નોંધણી કે, પરમિટ વિના વાહનો વાપરવા અંગે પહેલા ગુના માટે રૂ-પ૦૦૦/- સુધી દંડ અને તે પછીના ગુના માટે 1 વર્ષની કેદ, રૂ-૧૦૦૦/- સુધી દંડની શિક્ષા

 • કલમ-૧૯રએ, પરમિટ વિના વાહનો વાપરવા બાબત 

 • કલમ-૧૯૬, ત્રીજા પક્ષના જોખમ માટેનો વીમો ઊતરાવ્યા વગર વાહન ચલાવવા અંગે ત્રણ માસ સુધીની કેદ રૂ૧૦૦૦/- દંડ અથવા બંને શિક્ષા થઈ શકે છે.

 • કલમ-ર૦૬,દસ્તાવેજ કબજે લેવાની પોલીસને સત્તા 

 • કલમ-ર૦૭, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવા, નોંધણીના પ્રમાણપત્ર અથવા પરમિટ વિના વપરાતાં વાહનોને અટકમાં લેવાની સત્તા

 • ૧ર૯ ,મોટર વાહન અધિનિયમની કલમ ૧ર૯ અનુસાર રાજ્યમાં આવેલા ધોરીમાર્ગો ઉપર માથે હેલ્મેટ પહેર્યા વગર દ્ધિચક્રી યાંત્રિક વાહનો ચલાવવા માટે ગુનો છે. હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવવા માટે આ કાયદાકીય જોગવાઈ કરવામાં આવીછે.

મુદ્દા નં.-

 • રાજ્યના જાહેર સેવકો દ્વારા ફરજના ભાગરૂપે ગેરકાયદે આર્થિક લાભ મેળવવાના હેતુથી જો કોઈ પ્રવૃત્તિ કરે તો તે બાબતને એ.સી.બી.વડી કચેરી અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળની જિલ્લા કચેરીઓ કાર્યરત છે. 

 • જાહેર સેવક દ્વારા જાહેર જનતા પાસેથી સરકારી કામકાજ અર્થે લાંચની માગણી અને રકમ સ્વીકારવામાં આવે તો તે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એ.સી.બી. તરફથી સંબંધીત ફરિયાદી પાસેથી લેખિતમાં ફરિયાદ લેવામાં આવે છે. અને જરૂર પડે તો બ્યુરો દ્વારા છટકુંઅથવા ડિકોય કરવાનું આયોજન કરવામાં આવે છે. અને તે રીતે ભ્રષ્ટાચારની વૃત્તિને અટકાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે. 

એ.સી.બી વડી કચેરીનું સરનામું -
ડાયરેકટર લાંચ રુશવત વિરોધી બ્યુરો કચેરી
શાહીબાગ ડફનાળા, અમદાવાદ.
ફોન.નં.૦૭૯-રર૮૬૯રર૮ ફેક્સ.નં.૦૭૯-રર૮૬૬૭રર

મુદ્દા નં.-

 • જિલ્લામા પોલીસ અધીક્ષકશ્રી, તરફથી દર મહીને દરેક પો.થાણામા લોક-દરબાર યોજવામા આવે છે.  

 • સંજોગો વસાત પો.અધિ.શ્રી, લોક દરબારમાં હાજરી આપી શકે નહી ત્યારે જેતે વિભાગના ના.પો.અધિ.શ્રી,હાજર રહેછે. લોક-દરબારમાં લોકોને તેમના હક્ક વિશે માહીતી આપવામા આવેછે. અને પ્રજા અને પોલીસ એક બીજાની નજીક આવે અને પ્રજા પોલીસને મિત્ર સમજે તે અંગેના ઉપાયો અંગે ચર્ચા કરી સુચનો મેળવવામાં આવેછે. અને તેની અમલવારી કરાવવામાં આવે છે. લોક-દરબારમાં થયેલ ચર્ચાની નોંધ અને લેવામા આવેલ પગલાની વિગત ઉચ્ચ અધિકારીશ્રીઓને તથા સરકારશ્રીને મોકલવામા આવે છે. 

જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ

(૧)  મુંબઈ પોલીસ અધિનિયમ 

 • માથાભારે વ્યક્તિને હદપાર કરવા અંગેકલમ-પ૬ 

 • દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગેકલમ-પ૭ 

 • લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬ 

 • બિનવારસી મિકત તાબામાં લેવાની સત્તાકલમ-૮ર 

 • રસ્તા ઉપર અડચણ કરવા અંગેકલમ-૯૯થી ૧૦૪

 • સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવાકલમ-૧૦પ 

 • જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦ 

 • રસ્તામાં આવતાજતા લોકોને ત્રાસ આપવોકલમ-૧૧૧ 

 • સુલેહનો ભંગ કરવાના રાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર 

 • રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવાકલમ-૧૧પ 

 • જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવોકલમ-૧૧૬ 

 • કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે.કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬

 • આગના ભયની ખોટી ખબર આપવીકલમ-૧ર૧ 

 • અધિકાર વગર હથિયાર બાંધીને ફરવું, કલમ-૧ર૩ 

 • મુજબ કરેલા નિયમોનો ઉલ્લંઘન કરવા અંગેકલમ-૧૩૧,કલમ,૩૩ 

(ર) મુંબઈ નશાબંધી ધારો

 • પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩  

 • દેશી વિદેશી દારૂ કબજામાં રાખવોકલમ-૬૬(૧)બી,૬પએઈ 

(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯

 • લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક) 

 • લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવુંકલમ-ર૯(એ)(બી) 

ર્કોટિક્સ ડ્રગ્સ અને સાકો ટ્રોપિક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ

અફીણ, પોષ, ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ, વાવેતર અથવા કબજામાં રાખવા અંગેકલમ-૧પથી ર૭ તથા ર૭(એ)

No comments:

Post a Comment